કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે આવી રહી છે. પોસ્ટ કોવિડ સિન્ડ્રોમથી પીડિત લોકોમાં હવે એક નવી સમસ્યા સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા લોકોના વાળ ઝડપથી ખરી રહ્યા છે. જો કે, વાળ ખરવા એ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોમાં વાળ ખરવાના કેસમાં ઘણો વધારો થયો છે. જેના કારણે તેને કોરોના વાયરસ સાથે જોડવાનું શરૂ થઈ ગયું છે. કોરોનાની પ્રથમ લહેર પછી પણ વાળ ખરવાના કેસ નોંધાયા હતા. પરંતુ, તેમની સંખ્યા વધારે ન હતી. તે જ સમયે, કોરોનાની બીજી લહેર પછી, આ કેસોમાં અચાનક જમ્પ નોંધવામાં આવ્યો છે. દેશની ઘણી હોસ્પિટલોમાં, કોરોનામાંથી સાજા થયા પછી મોટી સંખ્યામાં લોકો વાળ ખરવાની સમસ્યા સાથે પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ ઊભો થવાનો છે કે શું કોરોનાને કારણે લોકોમાં વાળ ખરવાની સમસ્યા વધી છે?
વાળ ખરવાનું કારણ શું છે? :
ઘણા રિસર્ચ અને સ્ટડીમાં તે સાબિત થઈ ચૂક્યું છે કે લોકોની જીવનશૈલી તેમના વાળને અસર કરે છે. ખરાબ જીવનશૈલીના કારણે આજકાલ લોકોમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. કોરોના મહામારી દરમિયાન લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. આહારમાં સુધારો કરીને અને પહેલા જેવી જીવનશૈલી લાવવાથી વાળ ખરવાની સમસ્યાથી બચી શકાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે શારીરિક અને માનસિક તણાવથી દૂર રહેવાથી આ સમસ્યા થોડા સમય પછી જાતે જ ઠીક થઈ જાય છે. તો તેની પાછળ કોવિડ 19 જેવી બીમારી પણ એ પાછળ એક મોટું કારણ છે.
લાંબી બીમારીથી પીડિત લોકોમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની જાય છે. કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી પણ લોકો લાંબા સમયથી તેનાથી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઘેરાયેલા છે. જેના કારણે લોકોમાં વાળ ખરવાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે, વાળ ખરવાની સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે. જેને તમે લાખ પ્રયત્નો પછી પણ રોકી શકતા નથી. વાળ ખરવાની આ આનુવંશિક સમસ્યા શરીરમાં હોર્મોનલ ફેરફારો સાથે શરૂ થવાની સંભાવના છે.
પોસ્ટ કોવિડ સિન્ડ્રોમમાં કેમ વધી જાય છે સમસ્યાઓ? :
ડૉક્ટરોનું કહેવું છે કે આ સમસ્યા કોરોના સંક્રમણમાંથી સાજા થયાના એક મહિનાથી બે મહિનાની વચ્ચે દેખાય છે. એક સામાન્ય વ્યક્તિના રોજ લગભગ 100 વાળ ખરી જાય છે. જો કે, પોસ્ટ કોવિડ સિન્ડ્રોમમાં, આ સમસ્યા સામાન્ય રીતે ડિપ્રેશન, સ્ટ્રેસ, નબળા આહારને કારણે ખરાબ પોષણ, વિટામિન ડી અને બી12 ની ઓછી માત્રાને કારણે વધે છે. આ સમસ્યાને ટેલોજન એફ્લુવિયમ કહેવામાં આવે છે. આ કારણે, લોકોના વાળ ખરવાની સ્પીડ 100ની સામે દરરોજ 300-400 સુધી પહોંચી જાય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે સ્ટ્રેસ કે અન્ય કોઈ કારણસર વાળનો વિકાસ રૂંધાવાથી હેર ફોલની સમસ્યા વધે છે.
કેવી રીતે રોકશો વાળને ખરતા? :
ડૉક્ટરોનું કહેવું છે કે વાળ ખરવા એ કોઈ ગંભીર સમસ્યા નથી. ઘરમાં રહીને તેને સરળતાથી દૂર કરી શકાય છે. તેનાથી બચવા માટે લોકોએ પોતાના ખાનપાન પર ધ્યાન આપવું પડશે. ઉપરાંત, તમે શારીરિક અને માનસિક તણાવથી જેટલું દૂર રહેશો, તેટલી ઝડપથી અસર થશે. જે લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે, જેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓએ તેમના આહારમાં વિટામિન, પ્રોટીન અને આયર્નથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ બધાને સંતુલિત આહાર તરીકે લેવાથી વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે તેને સાજા થવામાં 5-6 અઠવાડિયા લાગે છે. પરંતુ, જો આ પછી પણ સમસ્યા ચાલુ રહે છે, તો નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.