આપણી આસપાસ ઘણીવાર અજીબો ગરીબ અને વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. ઘણીવાર આવી ઘટનાઓ સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે. અમૂકવાર તો આ ઘટના એવી હોય કે આપણે પણ વાંચી ચોંકી જઇએ. ત્યારે વલસાડના કપરાડાના નાનાપોંઢા ગામેથી એક અનોખા લગ્નની કંકોત્રીની તસવીર વાયરલ થઇ રહી છે.
લગ્નની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને તેનું કારણ છે તેની કંકોત્રી. કંકોત્રીમાં એક દુલ્હા અને બે દુલ્હનના નામ છે. આ કંકોત્રીની તસવીર પરથી એવું કહેવામાં આવી રહ્યુ છે કે એક વર બે કન્યા સાથે લગ્ન કરશે. કંકોત્રી વાયરલ થયા બાદ બધાની જ નજર હવે આ લગ્ન પર છે.
તમને જણાવી દઈએ કે કંકોત્રીમાં વરનું નામ પ્રકાશ અને કન્યાનું નામ નયના અને કુસુમ લખવામાં આવ્યુ છે. જ્યારે આ અંગે દુલ્હા પ્રકાશ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે પ્રકાશભાઇએ કહ્યુ કે, તેઓ એક જ કન્યા સાથે લગ્ન કરવાના છે પણ તેમની પહેલેથી જ એક પત્ની છે જે તેમની સાથે રહે છે અને તેનું નામ કંકોત્રીમાં એટલે લખવામાં આવ્યુ છે કારણ કે તેને ખોટુ ન લાગે.
પ્રકાશભાઈએ આગળ કહ્યુ કે, હું મારી પત્નીની સંમતિથી રાજીખુશીથી અને તમામની સહમતીથી બીજા લગ્ન કરવા જઇ રહ્યો છું. તમને આ વાત જાણીને નવાઈ જરૂર લાગી હશે પણ આદિવાસી સમાજ માટે આ કઈ નવું નથી
તમને જણાવી દઈએ કે આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. અહીંયા યુવક યુવતીઓ પહેલા લિવ ઇનમાં રહે છે અને ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લે છે અને આર્થિક સગવડ થાય પછી સમાજને બોલાવીને લગ્ન કરે છે.
રિપોર્ટ અનુસાર પ્રકાશભાઈ ઘણા વર્ષોથી બે પત્ની સાથે રહે છે. જેમાંથી એક સાથે તેમના લગ્ન થયા છે અને બીજી સાથે તેઓ લિવ ઇનમાં રહે છે. બન્ને પત્નીઓથી તેમને બબ્બે બાળકો પણ છે.
તમને જણાવી દઇએ કે, પ્રકાશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પ્ જણાવ્યુ કે, તેમનું પત્નીનું નામ કુસુમ ગાવિત છે અને તે હવે નયના ગાવિત સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. તેમની પહેલી પત્ની કુસુમને ખોટુ ન લાગે એટલે કંકોત્રીમાં તેનું નામ લખાવ્યુ છે. પહેલી પત્ની અને પરિવારની સંમતિથી પ્રકાશ ગાવિત નયના સાથે 9 મેના રોજ બીજા લગ્ન કરવાના છે. તેમણે જણાવ્યુ કે, મંડપમાં તેઓ એક જ કન્યા સાથે લગ્ન કરશે.