હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરતી વખતે એમને ફૂલ ચડાવવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનને એમના પ્રિય ફૂલ ચડાવવાથી એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. માન્યતા છે લે ભગવાનને ફૂલ અર્પિત કરતી વખતે પણ અમુક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણી લઈએ ભગવાન વિષ્ણુને ક્યાં ફૂલ અર્પિત કરવાથી ફળ મળે છે
ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુને કદંબનું ફૂલ ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે શ્રી હરિ વિષ્ણુને કદંબનું પુષ્પ ચડાવવાથી એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કદંબના ફૂલને લઈને એ પણ માન્યતા છે કે ભગવાનનું પૂજન આ ફૂલોથી કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી યમરાજના કષ્ટોનો સામનો નથી કરવો પડતો. સાથે જ વિષ્ણુ ભગવાન એમની કામનાઓ પુરી કરે છે
માન્યતા છે કે ગુલાબના ફુલથી વિષ્ણુજીની પૂજા કરવાથી શ્રી હરિની સાથે સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તો સફેદ અને લાલ કરેણના ફૂલોથી પૂજન કરવાથી પણ ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એ સાથે જ અગત્સ્ય પુષ્પથી નારાયણનું પૂજન કરવું પણ શુભ માનવામાં આવે છે.
શ્રી હરીને રોજ તુલસી પત્ર અર્પિત કરવાથી દસ હજાર જન્મ સુધીના પાપ નષ્ટ થઈ જાય છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય તુલસીના પાન તોડવા ન જોઈએ. એ સિવાય એકાદશીના દિવસે શમી પત્રથી પૂજન કરવાથી યમરાજના ભયાનક માર્ગને સુગમતાથી પાર કરી લે છે
માન્યતા છે કે પીળા અને લાલ કમળના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શ્વેત દીપમાં સ્થાન મળે છે. તો કહેવાય છે કે બકુલ અને અશોકના પુષ્પોથી પૂજન કરવાથી શોક રહિત રહે છે. ચંપક પુષ્પથી વિષ્ણુજીની પૂજા કરવાથી લોકોને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે. તો સ્વર્ણથી બનેલા કેતકી પુષ્પ ભગવાનને ચડાવવાથી કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે.
આ સિવાય જો અન્ય દેવી દેવતાઓની વાત કરીએ તો શ્રી ગણેશજીને જાસૂદનું ફૂલ પ્રિય છે તો શંકર ભગવાનને ધતુરાનું ફૂલ ચડાવવામાં આવે છે. જયરર માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવવામાં આવે છે. તો હનુમાનજીને તમે તમારી મરજી મુજબ કોઈપણ ફૂલ ચડાવી શકો છો.