દત્તક લીધેલા દીકરાએ તેની માં સાથે આવું કામ કર્યું સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે..
એક 80 વર્ષના બાપોતાના દીકરા સાથે રહેતા હતા.
દીકરો અને દીકરાની વહુ બંને નોકરી કરતા હતા, અને દીકરાની ઘરે હજુ કોઈ પારણું બંધાયું ન હતુંએટલે દીકરો અને વહુ નોકરીએ જાયત્યાર બાદ બા ઘરમાં એકલા જ રહેતા. ઘરમાં કોઈ પણ તેને સમય આપતું ન હતું. આખો દિવસ નોકરી કરવામાં વ્યસ્ત દીકરો અને વહુ બાની સમસ્યાઓ અને તકલીફો પર ક્યારેય ધ્યાન જનઆપતા.
દીકરાની વહુને ઘરમાં બા રહેતા એ બિલકુલ પસંદ નહોતું. તેથી તેણે પોતાના પતિને જણાવ્યું કે આજના સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખુબ જ સારા બની ગયા છે તો આપણે બાને ત્યાં મૂકી આવીએ. બા હવે આપણા ઘરમાં નહિ એડજસ્ટ કરી શકે, અને આમ પણ બા ને વૃદ્ધાશ્રમમાં ઘર કરતા વધારે મજા આવશે. અહી બા ને એકલું-એકલું લાગે જ્યારે ત્યાં એમની ઉંમરના ઘણા લોકો હશે તેથી તેમને કંપની મળી રહેશે.
પત્નીની વાત સાંભળી પતિને વિચાર આવ્યો કે વાત તો સાચી છે. અને બીજા દિવસે દીકરો તેની વૃદ્ધ બા ને વૃદ્ધાશ્રમમાં છોડવા માટે ગયો. બા અને દીકરો બંને વૃદ્ધાશ્રમમાં મેનેજર સાથે વાત કરતા હતા. ત્યાં દીકરાની પત્નીનો ફોન આવ્યો અને દીકરો ખૂણામાં જઈને પત્ની સાથે વાત કરવા લાગ્યો.
એવામાં દીકરાનું ધ્યાન ગયું કે તેના બા તો પેલા મેનેજરને ઓળખતા હોય એમ તેની સાથે વાતો કરવા લાગી ગયા. દીકરો ફોન મુકીને આવે છે અને તેના બા ને કહે છે કે “માં, તારા માટે સારામાં સારો રૂમ બુક કરાવ્યો છે તું જોઈ લે, જો ના ગમતો હોય તો બદલી નાખીએ.”
જેવા બા રૂમ જોવા માટે જાય છે, દીકરો મેનેજરને પૂછે છે કે મારા બા તમારી સાથે હસીને વાતો કરી રહ્યા હતા, શું એ મારા વિશે કંઈક કહેતા હતા ?
દીકરાનો આવો સવાલ સાંભળી મેનેજર જણાવે છે કે “ના એ તમારા વિશે કંઈ નોતા કહેતા. મારી એમની સાથે ખુબ જ જૂની ઓળખાણ નીકળી, એટલે અમે વાતો કરી રહ્યા હતા. તમારી માતા અને તમારા પિતા બંનેને હું ખુબ જ સારી રીતે ઓળખું છું, પછી મેનેજરે દીકરાને પૂછ્યું કે તમે કોણ છો ?
દીકરાએ કહ્યું કે, “હું એમનો દીકરો છું.”
મેનેજરને થોડી નવાઈ લાગી અને તેણે ફરી પૂછ્યું “તમારા બા ને કેટલા દીકરા છે?”
દીકરાએકહ્યું, “હું બા નો એકનો એક જ દીકરો છું.”
ત્યારે મેનેજરઅચાનક ચૂપ થયગયા,
મેનેજર નું અચાનક ચૂપ થવું જોઈ દીકરાએ પૂછ્યું “ભાઈ, કેમ અચાનક તમે બોલતા બોલતા ચૂપ થય ગયાં, મને લાગે છે કે કોઈ વાત છે જે તમે કહેવા માંગતા હતા”
મેનેજર કહ્યું “ભાઈ જવા દો આ વાતને કારણકે એ સાંભળીને તમને આંચકો લાગી જશે.”
પરંતુ દીકરાએ કહ્યું “ના મને કહો જે વાત હોય એ, મારે જાણવું છે”
મેનેજરે કહ્યું “તો દિલ પર પથ્થર રાખીને સાંભળો ભાઈ, કેઆજથી 25 કે 30 વર્ષ પહેલા તમારા માતા અને પિતાને કોઈ બાળક નહોતું થતું, આથી તેઓએક બાળક ને અમારા આ આશ્રમમાંથીદત્તક લઇ ગયા હતા.મે તમને પૂછ્યું કે તમારા બા ને કોઈ બીજો દીકરો પણ છે? તમે કહ્યું ના બા નો હું એક નો અકજ દીકરો છુ, એટ્લે હવે તમે સમજી શકો છો મારૂ અચાનક ચૂપ થવાનું કારણ, સહેજ નમ અવાજે મેનેજરે પોતાની વાત પૂરી કરી”
દીકરાને તો મેનેજરની વાત સાંભળીને દુખ તો થયું પરંતુ
તેમ છતા પોતાની પત્નીની બીકે તેના વૃદ્ધ બા ને ત્યાજ છોડી ને જતો રહે છે.
ત્યાર બાદ દીકરો ક્યારેય તેની માતાને નથી ફોન કરતો કે નથી મળવા આવતો,
પરંતુ તેની બા હંમેશા તેમના દીકરા અને વહુની ચિંતા કરતાં રહેતા.
પણ કહેવાય છે ને કરેલા કર્મ આ જનમ માં જ ભોગવવા પડે છે, બા ના વૃદ્ધાશ્રમમાં છોડ્યાના ત્રણ વર્ષ બાદ જ દીકરાની વહુ મૃત્યુ પામે છે, હજી સુધી તેને કોઈ સંતાન નહોતું થયું એટલે દીકરો હવે સાવ એકલો થઇ ગયો હતો.
પત્ની ના મૃત્યુ પછીના એકજ વર્ષ પછી દીકરાને પેરેલિસિસનો આંચકો આવી જાય છે. દીકરો પથારી વશ થઇ જાય છે તે ચાલી કે બોલી શકવા સક્ષમ ના હતો. અને તે હોસ્પિટલ માં હતો તેની દેખભાળ કરવા વાળું કોઈ જ ના હતું. આ વાતની મેનેજર ને જાણ થાય છે અને તે આ વાત વૃદ્ધ માતા ને જઈ ને કરે છે.
મેનેજર કહે છે કે “બા તમારો દીકરો, જેણે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ દિવસ તમને યાદ નથી કર્યા, તે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો છે, તેની પત્ની મૃત્યુ પામી અને તેપોતે પેરાલીસીસના કારણે અત્યારે હોસ્પીટલમાં પીડા ભોગવી રહ્યો છે, પોતાના પાપ ની સજા તે આજે ભોગવી રહ્યો છે.”
પરંતુ માં તો માં હોય છે, મેનેજરની આ વાત સાંભળી બા ને ખુબ જ દુઃખ થયું અને તેણે મેનેજરને કહ્યું, “ગમે તે હોય પણ એ મારો દીકરો છે, તમારાથી મારા દીકરા વિશે આડું અવળું બોલાય જ કેમ? મને અત્યારે ને અત્યારે રજા આપો મારે મારા દીકરા પાસે જવું છે મારા દીકરાને અત્યારે મારી જરૂર છે.”
મેનેજર કહે છે “માજી,આશ્રમના નિયમ અનુસાર તમારા દીકરાની મંજુરી વગર હું તમને રજા ના આપી શકું. પરંતુ તમારો દીકરો ખુદ અત્યારે હોસ્પિટલ માં દાખલ છે એટ્લે આપણે એક કામ કરીએ હું તમારી સાથે આવું હોસ્પિટલમાં જ આપણે એની મંજૂરી લઈ લઈએ. હોસ્પિટલમાં મેનેજર દીકરાને જણાવે છે કે તમારી માતાને તમારી સેવા માટે રજા જોઈએ છે, હું રજા આપું?
આટલું સાંભળતાજ દીકરાની આખો માંથી આંસુ વહેવા લાગ્યા અને એ પેરાલીસીસ ના કારણે હલી કે બોલી શકે એમ ન હતો તેથી તેણે પરાણે માથું હલાવી હા કહી. મેનેજરે બા ને રજા આપી પરંતુ જતા જતા બા ને પુછયુ “કે બા જે દીકરાએ પાચ વર્ષ સુધી તમને એક ફોન પણ ના કર્યો એ જ દીકરાની આજે સેવા માટે જાણ થતા તરતજ હાજર થઇ ગયા? ત્યારે બાએ ફક્ત એક જ વાક્ય કહ્યું “સાહેબ, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય.”
દુનિયાની દરેક માતા અને તેની મમતા આવી જ હોય છે. દીકરા ભલે ગમે તેવું વર્તન કરેપણ માતાના માતૃત્વમાં ક્યારેય પણ ઓટ આવતી નથી. તેથીજ તો કહેવાય છે કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’.
મિત્રો, એક માં વિશે તમારૂ શું કહેવું છે? નીચે કમેંટ કરીને જરૂરથી જણાવજો,