આ માતા પિતા સાથે જે થયું તે જાણીને તમે રડી પડશો.
એક મોબાઇલ સર્વિસ સ્ટેશન પર મોબાઈલ રીપેર કરાવવા માટે એક ઘરડા દંપતી આવ્યા,
સેન્ટર માં ઉભેલા દરેકઆ ઘરડા દંપતીની સામે જોઈ રહ્યા હતા કારણ કે સર્વિસ સેન્ટર પર સ્ટાફને લઈને તમામ કસ્ટમર બધા જ જુવાન હતા,
સર્વિસ સેન્ટર પર રહેલી યુવતીએ સ્મિત સાથે દાદા નું સ્વાગત કર્યું અને કહ્યું “દાદા, કહો હું તમારી શું મદદ કરી શકું?”
દાદા એ ધ્રૂજતા અવાજ સાથે કહ્યું “બેટા,જોને કેટલાય દિવસથી આ મોબાઈલ કામ કરતો બંધ થઈ ગયો છે, અમે ભણેલા નથી એટલે અમને કંઈ ખબર પડતી નથી કે મોબાઇલમાં શું વાંધો છે?”
યુવતીએ મોબાઇલ હાથમાં લઈને ચેક કર્યો અને થોડી જ વારમાં મોબાઇલ દાદાને પરત આપતા કહ્યું “દાદા આ મોબાઇલતો બિલકુલ બરાબર છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી”
દાદાએ કહ્યું “અરે બેટા, ખરેખર મોબાઈલ નથી ચાલતો, આઉમરેહું કાઇ જૂઠું થોડુંબોલું”
યુવતીએ મોબાઇલ પોતાના હાથમાં લઈને દાદા ના મોબાઈલ માંથી પોતાના ફોન પર ફોન કર્યો
રિંગ વાગી એટ્લે ફોન ઉપાડીને તરત જ દાદા ના હાથમાં આપ્યો અને કહ્યું “લ્યો દાદા ફોન કાને રાખો, જુઓ, મે તમારા જ ફોન માથી મારા ફોન માં ફોન લગાવ્યો છે હું વાત કરું છું તમે તમારા મોબાઇલ પર સાંભળો”
દાદા એ મોઢું બગાડીને કહ્યું “બેટા એમ નઇ,અમારા મોબાઈલ માંથી ફોન લાગે તો છે જ,પરંતુઆમાં ફોન આવતો નથી”
હવે તો યુવતી પણ કંટાળી અને આજુબાજુ ઊભેલા બીજા લોકો પણ આ રમત જોઈ રહ્યા હતા.
યુવતીએ કહ્યું “જુઓ દાદા એવો કોઈ જ પ્રોબ્લેમ નથી તમારો ફોન લાવો હું તમારા મોબાઇલ પર મારા મોબાઇલ થી રિંગ વગાડુ છુ”
(એમ કહીને એણે પોતાના મોબાઈલ પર થી દાદાના મોબાઈલ પર કોલ કર્યો”
તરતજ દાદા ના મોબાઇલ પર રિંગ વાગી,
તરત જ યુવતીએ કહ્યું “જુઓ દાદા, તમારા મોબાઇલમાં બીજાના મોબાઈલ પરથી કોલ આવે પણ છે”
આ જોયું તેમ છતાં પણ દાદાએ હજુ પોતાનો કક્કો ચાલુ જ રાખ્યો અને બિચારા સ્વભાવ સાથે કહ્યું “બેટા અહીંયા આવે છે, પણ ઘરે નથી આવતો”
યુવતી તો હવે ગુસ્સે થઇ ગઈ અને કહ્યું “દાદા હવે તમે મારુ માથું ખાઈ રહ્યા છો,તમે પણ કેવી ગાન્ડા જેવી વાતો કરો છો,જો અહીં તમારા મોબાઈલ પર કોલ આવી શકતો હોય તો ઘરે પણ આવે જ”
અત્યાર સુધી દાદાની બાજુમાં ઊભા રહીને વાત સાંભળી રહેલા દાદીએ કરૂણ હ્રદયે આ દીકરી ને કહ્યું “બેટા, તારા દાદા થી કઈ ભૂલ થય હોય તો,,માફ કરજે તું ગુસ્સે ના થા,માફ કરજે, પરંતુ બેટા તારા દાદા ને ચિંતા એટ્લે છે કે જો આ મોબાઇલમાં કોઈ જ વાંધો ન હોય તો છેલ્લા કેટલાય દિવસથી અમારા દીકરા કે દીકરી નો ફોન કેમ નથી આવતો, અમે તો રોજ રાહ જોઈએ છીએ પણ કોઈ પણ દીકરાનો ફોન નથી આવતો, એટ્લે દાદા ને શંકા હતી કે કદાચ ફોન તો ખરાબ નૈ હોય ને? પરંતુ બેટા તે જેમ કહ્યું એમ ફોન તો સારો જ છે પણ અમને લાગે છે કે અમારા નસીબ જ ખરાબ હશે, ઠીક છે બેટા ધન્યવાદ”
(આટલું બોલતા બોલતા દાદી ની આંખો ભરાઈ આવી અને નિરાશા સાથે પોતાના ઘરે પાછા ફરે છે.)
મિત્રો, ઘણા ઘરોમાં આ પરિસ્થિતી છે, મોબાઇલ સાથે સંકળાયેલા માણસો દૂર દૂર દુનિયાના કોઈ ખૂણા માં રહેલા માણસ સાથે સમય વિતાવે છે પરંતુ પોતાની ખુબજ નજીક રહેલા માં-બાપ સાથે વિતાવવા માટે સમય નથી.
આ સમયે અભણ માં-બાપ પાસે મોબાઇલ હોય તો પણ એ ખરાબ સમાન જ ગણાય. દરેક દીકરાની ફરજ બને કે ક્યારેક ક્યારેક તપાસ કરતી રહેવી કે માં-બાપનો ફોન ખરાબ તો નથી થયો ને એને સમયસર પોતાના દીકરાઓના ફોન તો આવે છે ને?”
ધન્યવાદ !!