એક દીકરીએ તેના પિતા માટે આવું કામ કર્યું જાણીને ચોંકી જશો
એક કરોડપતિ બાપ ને સંતાન ના નામે એકની એક દીકરી હતી,
દીકરી પ્રત્યે ખૂબ પ્રેમ,દીકરીની તમામ ઈચ્છાઓ પૂરી કરે,
કપડાં, ઘરેણાં, બાઇક મોબાઇલ જે જોઈએ તે લઈ આપે.
દીકરીને પણ પોતાના પપ્પાપ્રત્યે ખુબ જ લાગણી, જ્યારે પણ દીકરી નો જન્મદિવસ હોય એટલે બાપ જન્મદિવસની ઉજવણી માટે લાખો રૂપિયા ખર્ચ કરે અને મોટી મોટી પાર્ટીઓ આપે,
સતત ૧૮-૧૮ વર્ષોથી દીકરી નો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાય, અને હવે દીકરીના 19માં જન્મદિવસને ત્રણ દિવસની વાર હતી,
પપ્પા દર વખતની જેમ જ દીકરીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારી માં લાગી ગયા,
સાંજનો સમય હતો દીકરી પપ્પાની રૂમ આવે છે અને પપ્પાને કહે છે “પપ્પા આ વખતે મારો જન્મદિવસ નથી મનાવવાનો”
પપ્પાને એમ થયું કે દીકરી મજાક કરી રહી છે,
એટ્લે કહ્યું “અરે હોતું હશે કઈ? ૧૮-૧૮ વર્ષથી ધામધૂમથી જન્મદિવસ મનાવીએ છીએ, અને હવે આ વર્ષે શા માટે ન ઉજવીએ?”
પરંતુ દીકરી થોડી ગંભીર થઈ ગઈ અને પપ્પાને કહ્યું “પપ્પા તમને મારા સમ છે, આ વખતે મારો જન્મદિવસ નહીં ઉજવાયબસ”
અચાનક પપ્પાના ચહેરાનાનુર ઉતરી ગયા અને કહ્યું “અરે બેટા, આ તું શું બોલી ગઈ અને મને એતો કહે કે જન્મદિવસ ઉજવવા ની શુકામના પાડે છે?, બેટા આપણે ક્યાં પૈસાની ક્યાં કમી છે, અને પૈસા તો એક બાજુ પણ બેટા હું તને કેટલો પ્રેમ કરું છું, મારી લાગણીની થોડીક તો કદર કર, એટલિસ્ટ મને કારણ તો કહે કે શા માટે તારો જન્મદિવસ ના ઉજવીએ”
દીકરીએ કહ્યું “પપ્પા,એહું સમય આવે ત્યારે કહીશ, પણ જો તમે મને સાચ્ચે જ પ્રેમ કરતા હોય, તો મેં તમને મારી કસમ આપી છે બસ આ વખતે મારો જન્મદિવસ નહીં ઉજવાય”
પપ્પા કરે પણ શું? ઉદાસ મન સાથે તમામ ઓર્ડર્સ અને અરેન્જમેન્ટ કેન્સલ કરી નાખે છે અને પોતાના કામે લાગી જાય છે
બે દિવસ તો માંડ માંડ નીકળે છે બે દિવસ પછી દીકરીનો જન્મ-દિવસ આવે છે,
જે ઘરમાં દર વર્ષે દીકરીના જન્મ દિવસે લગ્ન કરતાં પણ મોટા મોટા ફંક્શન હોય તે ઘરમાં આ વખતે કશું જ નહીં, એકદમ સુનું સૂનું
પપ્પા નો દિવસ માંડ માંડ પસાર થયો,
સાંજે દીકરી ને કહે છે “દીકરી,તારા કહેવા પ્રમાણે આપણે આ વખતે તારો જન્મદિવસ ના મનાવ્યો, પરંતુ હવે મને કહે તો ખરા કે તે શા માટે જન્મદિવસ ઉજવવાની ના પાડી”
દીકરીએ કહ્યું “પપ્પા, જેવી રીતે આજે મારો જન્મદિવસ ના ઉજવતા તમને ખૂબ જ દુઃખ લાગ્યું એવી જ રીતે મને પણ ખૂબ જ દુઃખ લાગ્યું, આજે આખો દિવસ મારા મનમાં ૧૮-૧૮ જન્મદિવસ ના ચિત્રો ઘૂમ્યા કર્યા,
પપ્પા ૧૮-૧૮ વર્ષોથી તમે મને રાજકુમારીની જેમ સાચવી, મારી દરેક ઇચ્છાઓ ને પૂરી કરી, તમારો આટલો અઢળક પ્રેમ મારા માટે ખુબ મહત્વનો છે, હું તમને ખુબ જ ચાહું છું તમે મારા વ્હાલનો અખૂટ સ્ત્રોત છો,પરંતુ પપ્પા હું તમને ગુમાવવા નથી માંગતી”
પપ્પાએ વચ્ચેથી જ કહ્યું “ગુમાવવા નથી માંગતી એટલે?”
દીકરીએ કહ્યું “હા પપ્પા, હું તમને ગુમાવવા નથી માંગતી, અને એટલે જ આજે મારા જન્મદિવસેજ મને જો તમે સચ્ચે જ પ્રેમ કરતાં તો એક વચન આપો,
પપ્પાએ કહ્યું “અરે બોલ દીકરા બોલ, તું તો મારા કાળજા નો કટકો છે, એકશું પણ સો વચન આપૂ”
દીકરીએ કહ્યું “પપ્પા એક વચન આપો કે આજના દિવસ થી તમે ક્યારેય શરાબ નહીં પિઓ”
પપ્પા ને દીકરીની બધી જ વાત સમજાઈ ગઈ, શા માટે દીકરી પપ્પાને ગુમાવવાની વાત કરતી હતી, પપ્પાને શરાબ ની ખુબજ ખરાબ આદત પડી ગઈ હતી એક દિવસ પણ શરાબ વગર ચાલતું નહીં આ વાત દીકરી જાણતી હતી
દીકરીને એમ થયું કે હમણાં પપ્પા ના પાડી દેશે પરંતુ પપ્પાએ તરત જ હાથમાં જળ લીધું અને દીકરીને વચન આપે છે કે “દીકરી, આજથી શરાબ બંધ તારો આબાપ આજથી શરાબને હાથ પણ નહીં લગાવે, આ મારું વચન છે”
દીકરી ખુશખુશાલ થઈ ગઈ અને પોતાના પપ્પાને ભેટી પડે છે, મિત્રો જીવનમાં આપણી પાસે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોય પરંતુ જો તમાકુ, સિગરેટ કે દારૂ જેવી એક પણ આદત આપણા અંદર આવે તો સુખ સુવિધા અને પોતાના પ્રિયજનો ને છોડીને જતા વાર નથી લાગતી તમારામાંથી ઘણા લોકોએ વ્યસન મુક્ત કરવાની કોશિશ કરી હશે પરંતુ થોડાક સમય પછી પાછું કોઈ ને કોઈ વ્યસન ચાલુ થઈ જ જાય તેની પાછળનું કારણ માત્ર એજ છે કે તમે વ્યસન ને નહિ પરંતુ વ્યસને તમને વશ કરી દીધા છે, આજના આ વિડીયો મારફતે હું ફક્ત એટલું જ કહેવા માંગું છું કે વ્યસન છોડો પોતાના માટેના સહી પણ પોતાનાઓ માટે.