બજારમાં પીવા માટે ઘણા બધા પીણાં મળે છે, પણ લોકોમાં ચા માટે કંઈક અલગ જ દીવાનગી દેખાય છે. આખા દિવસનો થાક ગાયબ કરવા માટે ગરમાગરમ એક કપ ચા જ પૂરતી હોય છે પણ એક રિસર્ચમાં ચાને લઈને એક મોટો ખુલાસો થયો છે. ચામાં ઘણા કીડી મકોડાના ડીએનએ મળ્યા છે પછી એ ડબ્બામાં પેક ચા હોય કે ટી બેગ
જર્મનીમાં આવેલી ટ્રિયર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને તેમની ટીમે આ શોધ કરી છે. તે લોકો બીજું સંશોધન કરી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન આ વાત સામે આવી છે. ચાની પત્તી એ ઐતિહાસિક જ્ઞાનકોશ છે જેમાં ઘણી બધી પ્રાચીન માહિતી છુપાયેલી છે. એક વેબસાઈટે આ વિશે વાત કરી છે, ટ્રિયર યુનિવર્સિટીના ઈકોલોજિકલ જિનેટિકિસ્ટ હેનરિક ક્રેહેનવિંકલ. ચામાં રહેલા જંતુઓ અને કરોળિયાના ડીએનએનો અર્થ શું છે તે જાણવાનો પ્રયાસ કરીએ.
વેબસાઈટ તરફથી હેનરીકને સવાલ કરવામાં આવ્યો છે કે આખરે ચામાં કીડી મકોડાના ડીએનએ મળવાનો અર્થ શુ થાય છે. હેનરિકનું કહેવું છે કે દરેક પ્રજાતિના જીવોને એનવાયરમેન્ટલ ડીએનએ હોય છે. આ જીવ પાણી અને હવામાં પોતાના ડીએનએ મૂકી દે છે. એમની તપાસમાં એ ખબર પડી કે કયા વિસ્તારમાં કઈ પ્રજાતિ રહે છે.
આ વૈજ્ઞાનિક અહેવાલ બાયોલોજી લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયો છે. હેનરિક ક્રેહેનવિંકેલ અને તેમની ટીમ એવી પ્રજાતિઓ શોધી રહી હતી જે સૂકા છોડમાંથી EDN છોડે છે. આ તપાસ માટે ટીમે વિશ્વની ઘણી પ્રખ્યાત બ્રાન્ડની ટી બેગ ખરીદી હતી. દરેક બેગમાં તેમને સેંકડો આર્થ્રોપોડ્સના ડીએનએ મળ્યા.
હેનરિક ક્રેહેનવિકેળનું કહેવું છે કે અમને એક ટાઈમ સિરીઝની જરૂરત હતી જેમાં કીડી મકોડામાં થતા ફેરફારને સમજી શકાય. પહેલીવાર કીડી મકોડાની કમી પર સ્ટડી આવી હતી તો અમારી પાસે કોઈ લાંબા સમયનો ડેટા નહોતો જેની અમે ફરિયાદ કરી હતી. ટ્રીયર યુનિવર્સિટીમાં ઘણા છોડની પત્તિઓના સિમ્પલ બેન્ક બનાવવામાં આવ્યા છે. એમને જણાવ્યું કે એ આ કામ 35 વર્ષથી કરી રહ્યા છે જે અલગ અલગ ઇકોસિસ્ટમના છે.
ઘણા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જ્યારે પાંદડાને કાપીએ છે તો એમાંથી એના ડીએનએ ત્યાં છૂટી જાય છે અને તે અલ્ટ્રાવાયોલેટ કિરણો પછી ખતમ થઇ જાય છે કે પછી વરસાદ ના પાણી માં ધોવાઈ જાય છે. હેનરીકે હરબેરીયમ રેકોર્ડની તપાસમાં સામેલ કર્યું છે. એમના સૂકા અને અંધારા વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. એમની અંદર પણ કીડી-મકોડાના ડી.એન.એ મળ્યા છે.
હેન્ડ્રીક નું કહેવું છે કે અમને એક જ ચાની બેગમાં સેંકડો કીડી-મકોડાના ડીએનએ મળ્યા છે. એમણે કહ્યું છે કે ૧૦૦ કે ૧૫૦ મિલીગ્રામ સૂકા પાંદડાના ડી.એન.એ મળી રહ્યા હતા. પણ ગ્રીન ટીની બાગમાં 400 પ્રજાતિઓના કીડી-મકોડા આ ડીએનએ મળ્યા છે જે અમને હેરાન કરી દેનાર છે